GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલની દુકાનમાથી નશીલી આર્યુવેદીક શીરપની બોટલો ઝડપાઇ

MORBI:રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ” નામની દુકાનમાથી નશીલી આર્યુવેદીક શીરપની બોટલો ઝડપાઇ
મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં આવેલ “રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ” નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી..

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા જાતે ભરવાડ (૪૦)ની રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાન આવેલ છે જેને ચેક કરી હતી ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૭૦૦ નો મુદ્દામાલ કબજે કરીને સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે
[wptube id="1252022"]








