
તા.૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર સહિતના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પરત ફરવા એસ.ટી. બસોમાં વ્યવસ્થા કરાઈ
Rajkot: ગતરોજ જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા ૫૦ મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિશુળીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા કેટલાક મુસાફરો ઘાયલ થયા હતાં, જેઓને નજીકની હોસ્પિટલમાં વહેલી તકે સારવાર આપવામાં આવી હતી. જયારે અન્ય વ્યક્તિઓને તેઓના વતન વાપસી માટે વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મુસાફરોને એસ.ટી. બસ દ્વારા જે તે શહેરમાં સલામત રીતે પહોંચતા કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરૂણ બરનવાલ તથા રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.
[wptube id="1252022"]