KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ડેરોલસ્ટેશન ખાતે રૂ.૩૦ લાખનાં ખર્ચે મંજુર થયેલ સરકારી આર્યુવેદિક દવાખાનાના નવીન મકાનનું ભૂમિપૂજન.

તારીખ ૨૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ડેરોલસ્ટેશન ખાતે આવેલ પોરવાડ ફળિયા પાસેની પંચાયતી જગ્યાએ આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક, આયુષની કચેરી અને ગાંધીનગર અને આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયતો ને નવીનબાંધકામ માટે જિલ્લા પંચાયત પંચમહાલની આવતી ગ્રાન્ટ માંથી પંચમહાલ જિલ્લાનાં પંચાયતનાં હસ્તકનાં ૧૫ માં નાણાંપંચ અંતર્ગત અનુદાનિત સરકારી આર્યુવેદિક દવાખાનુ ડેરોલસ્ટેશન ખાતે નવીન મકાન બનવાન અંદાજીત રૂપિયા ૩૦/- લાખ જેટલી માતબર રકમ ના ખર્ચે મંજુર થયેલ છે.જ્યારે નવા મકાનનું ભુંમિપૂજન ડેરોલસ્ટેશનના ભુંદેવનાં મંત્રોચ્ચારથી જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે પ્રસંગે પીંગળી જિલ્લા પંચાયતના સભ્ય ભલાભાઇ ચૌહાણ તથા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ડો.કિરણસિંહ પરમાર તથા ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ડો.યોગેશભાઈ પંડ્યા તથા દાહોદ ભાજપના જિલ્લા પ્રભારી સંજયસિંહ રાઠોડ તથા ઉદ્યોગપતિ રમેશભાઈ સુથાર તથા ડે.સરપંચ રમેશભાઈ તલાટી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત રમેશભાઈ પટેલ તથા રમેશભાઈ પારેખ તથા રિટાયર્ડ પ્રિન્સિપાલ રમણભાઈ પટેલ તથા પીકે એસ હાઇસ્કુલ બોર્ડ ડિરેક્ટર ભરતભાઈ શાહ તથા આયુર્વેદિક ડોક્ટર તથા સ્ટાફ તથા પી ડબ્લ્યુ ડી ના કર્મચારી તથા ગામના નાગરિકોઓની હાજરી માં ખાતમુહૂત કાર્યક્રમ ને સફળ બનાવ્યો. સરકારી આર્યુવેદિક દવાખાનાનું ડેરોલસ્ટેશન ખાતે ભૂમિપૂજન થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button