BANASKANTHAPALANPUR

મહેસાણા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકશ્રી શૈલેષકુમાર આઇ.ઓઝા’સહજ’ કડીને હિન્દ શિરોમણિ સન્માન-૨૦૨૩, નેશનલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું

30 જાન્યુઆરી,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શિક્ષણનગરી,વાર્તા નગરી અને ગાયકવાડી નગરી કડીની ખ્યાતનામ સર્વ વિદ્યાલય હાઇસ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં હાલ ફરજ બજાવતા સંસ્કૃત વિષયના શિક્ષક , સંસ્કૃત વિષય તજ્જ્ઞ, મહેસાણા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તથા ખેરાલુ તાલુકાના ઐતિહાસિક મન્દ્રોપુર ગામના વતની એવા શ્રી શૈલેષકુમાર ઈશ્વરલાલ ઓઝા(સહજ)ને તારીખ:-૨૯/૦૧/૨૦૨૩, રવિવારના રોજ ભવ્યા ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી શૈલેન્દ્ર માથુરજી તથા નિર્દેશક ડૉ. નિશા માથુરજી-જયપુર(રાજસ્થાન) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રીસંમેલનમાં સહભાગી બનીને હિન્દ શિરોમણિ-૨૦૨૩, નેશનલ પારિતોષિક દિલ્હીના પ્રખ્યાત સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર શ્રી પવન કપૂરજીના વરદ્ હસ્તે પ્રદાન કરવામાં આવ્યું. આ મૈત્રીસંમેલનમાં તેમને સમગ્ર ગુજરાતની ગૌરવપૂર્ણ અસ્મિતા ઉજાગર કરવાનો તથા ગુજરાતની ગૌરવગાથાને અભિવ્યક્ત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો.

[wptube id="1252022"]
Back to top button