LUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લામાં સુરક્ષા સૈનિક,સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર યોજાશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જીલ્લામાં સુરક્ષા સૈનિક,સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર યોજાશે

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઈરેવીજેન્સ સર્વિસ ઇન્ડિયા લી ના સહયોગ થી મહીસાગર જીલ્લામાં સુરક્ષા સૈનિક અને સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર નું આયોજન રાખેલ છે

તા.૦૬/૦૬/૨૦૨૩, તાલુકા પંચાયત સંતરામપુર, તા.૦૭/૦૬/૨૦૨૩, તાલુકા કંડાણા, તા.૦૯/૦૬/૨૦૨૩, તાલુકા પંચાયત ખાનપુર, તા.૧૨/૦૬/૨૦૨૩, તાલુકા પંચાયત વીરપુર, તા. ૧૩/૦૬/૨૦૨૩, તાલુકા પંચાયત બાલાસિનોર, તા.૧૪/૦૬/૨૦૨૩, તાલુકા પંચાયત લુણાવાડા ના રોજ ભરતી શિબિર નું આયોજન કરેલ છે જેનો સમય સવારે ૧૦:૦૦ થી ૪:૦૦ કલાક સુધી રાખેલ છે

ભરતી અધિકારી  રોહિતકુમાર બારિયા જણાવે છે કે ઉમેદવારોની ઉમર ૨૧ થી ૩૬ વર્ષ, શૈક્ષણીત લાયકાત સુપરવાઈઝર ૧૨ પાસ સુરક્ષા, સૈનિક ૧૦ પાસ સુરક્ષા અધિકારી (GTO) ગ્રેજયુએટ, ઉંચાઈ ૧.૬૮ સેમી વજન ૫૬ કિલો છાતી ૮૦ થઈ ૮૫ અને શારરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે

ઉમેદવાર બધાજ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝ ના ૩ ફોટા,આધાર કાર્ડ, ૧૦ માની માર્કશીટ ,બોલપેન લઈને હાજર રહેવું પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે પાસ થનાર ઉમેદવાર ને રીજીનલ ટ્રેનીગ સેન્ટર માણસા, ગાંધીનગર માં ટ્રેનીગ આપીને સેક્યુરીટી એન્ડ ઇન્ટલેજન્ટ સર્વિસ ઇન્ડિયા લી માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે

ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ બંદરગા, એરપોર્ટ,ATM, બેંક મલ્ટીનેશનલ આધોગિકક્ષેત્ર બરોડા, મંજુસર, હાલોલ, કલોલ, ગોધરા, વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા સૈનિક ને પગાર ૧૬,૫૦૦/- થી ૨૦,૫૦૦/- સુરક્ષા સુપરવાઈઝર ને ૧૮,૫૦૦/- થી ૨૫,૫૦૦/- સુધી અને સુરક્ષા અધિકારી ને ૨૭,૫૦૦/- અન્ય સુવિધા માટે દર વર્ષ પગાર માં વધારો પ્રમોશન પી.એફ., ઈ.એસ.આઈ મેડીકલ ગ્રેજ્યુએટી બોનસ પેન્શન ઇન્સ્યોરનસ સમય સમય પર પ્રમોશન જેવી સુવિધા આપવા માં આવશે.

[wptube id="1252022"]
Back to top button