લો બોલો પોલીસે જ કરી દારૂની ચોરી, સીસીટીવી વોચ છતાં પોલીસ સ્ટેશનમાં પોલીસ જ કર્યા હાથ સાફ
રીપોર્ટ…..
અમીન કોઠારી….
મહિસાગર…
લો બોલો, પોલીસે જ કરી દારૂની ચોરી, CCTVની વોચ છતાં પોલીસ સ્ટેશનમાં હાથ સાફ કર્યા….
રાજ્યમાં એક બાજુ કડક દારુબંધીના દાવા વચ્ચે હવે પોલીસ જ દારૂની ચોરી કરતા પકડાઈ રહી છે.
મહિસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહીબિશનનો કબજે કરવામાં આવેલો દારૂ તથા પંખાઓ ચોરાઈ જતા ખળભળાટ મચી ગયો.
અત્રે ઉલ્લેખનીય ખાસ વાત એ છે કે , દારૂની આ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પોલીસ સ્ટેશનના જ કર્મચારીઓ નીકળ્યા. જે બાદ આ 6 પોલીસકર્મીઓ સામે પોલીસે જ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1.57 લાખનો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ચોરી કર્યો….
વિગતો મુજબ, મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહીબિશનની ડ્રાઈવમાં કબજે લીધેલા મુદ્દામાલમાંથી દારુની બોટલો તથા પંખાની પોલીસ કર્મચારીઓને હોમગાર્ડ અને GRD જવાનોએ ભેગા મળીને ચોરી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ….
બાકોર પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની 482 બોટલો જપ્ત કરવામાં આવી જેમાંથી 6 પોલીસકર્મીઓએ 125 દારૂની બોટલ તથા 15 ઈલેક્ટ્રિક પંખાની ચોરી કરી લીધી હતી. ચોરી કરેલા આ દારૂની કિંમત 1.57 લાખ રૂપિયા તથા પોલર કંપનીના પંખાની કિંમત 40 હજાર આમ કુલ મળીને 1.97 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે કરી ચોરી?
બાકોર પોલીસ સ્ટેશનના 6 કર્મચારીઓએ મળીને પહેલા કાવતરું રચીને સીસીટીવી કેમેરાની સ્વિચ બંધ કરી દીધી હતી. બાદમાં પોલીસ સ્ટેશનના મહિલા લોકઅપ રુમમાં મુકેલા મુદ્દામાલમાંથી પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડી સભ્યોએ દારૂની બોટલ તથા પંખાની ચોરી કરી હતી. CCTV કેમેરાની નિગરાની હોવા છતાં પોલીસ કર્મીઓએ કાવતરું રચી હિમ્મત ભેર દારુની બોટલો અને પંખાની ચોરી કરતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
6 પોલીસકર્મીઓ સામે ફરિયાદ
હાલમાં સમગ્ર મામલે પોલીસે છ લોકો સામે ફોજદારી કાર્ય સંહિતાની કલમ 457, 380, 120B, 34 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં અરવિંદ રયજી ખાંટ, લલીત દાના પરમાર, ખાતું નાના ડામોર, સોમા ધુળા પગી, રમણ મંગળ ડામોર અને દિપક ખાના વણકરનો સમાવેશ થાય છે.








