MAHISAGAR

વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ આકાશમાં ટ્યૂબલાઈટની જેમ સીધી લીટીમાં અજવાળું દેખાતાં કુતૂહલ…

વાત્સલ્યમ્ સમાચાર વિરપુર

મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ રાત્રી દરમિયાન અવકાશમાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું આકાશમાં એક લાઇટિંગ રેખા ઝબકતી જોવા મળી રહી હતી જે જોતા જ લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને સ્થાનિકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી હતી આ રેખા એક તરફથી બીજી તરફ જતી હોય તે રીતે જોવા મળી રહ્યું હતું હાલ તો સોશ્યલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો લોકો જોરશોરથી વાયરલ કરી રહ્યા છે પરંતુ આ ઘટના શું હતી આ લાઇટિંગ રેખા સેની હતી  તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ લોકોમાં ચોક્કસથી આ ઘટનાને લઈ કુતુહલ સર્જાયું છે ગઈ કાલના રાત્રીના સમયે લીમરવાડા,બાર જેવા અનેક વિસ્તારોમાં દ્રસ્ય દેખાયું હતું ત્યારે આજે પણ આવીજ રીતે આસપુર, જોધપુર,લીમરવાડા, ભાટપુર,કોયડમ,ડેભારી,ધોળી ધાટડા સહિતના વિસ્તારોમાં આકાશમાં અજવાળા પાથરી આગળ જતુ કંઈક અજુગતું જોવા મળતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું લોકો રાતે ઘર બહાર નીકળી આકાશમાં થયેલ અજવાળા જોવા નીકળ્યા હતા આકાશમા કોઈ મિસાઈલ પસાર થઈ કે કોઈક ઉલ્કા પસાર થઇ તેવી ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું હતું થોડા મહિના પહેલાં પણ આકાશી આવા દ્રશ્યો જોઈ લોકો ભયભીત થયા હતા…

વિપુલ જોષી

[wptube id="1252022"]
Back to top button