
તારીખ ૨૮/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની દેલોલ પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષા નો કલા મહોત્સવ તથા વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ક્લસ્ટર ની તેર શાળાઓ એ ભાગ લીધો. તેમાં પગાર કેન્દ્ર આચાર્ય દિનેશભાઈ પટેલ, સી.આર.સી કો.ઓ રીતેશભાઈ પટેલ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદભાઈ અમીન,ટીચર્સ સોસાયટી કાલોલ ના સેક્ર્ટરી ઘનશ્યામભાઈ પટેલ તથા ક્લસ્ટર ની શાળાના આચાર્ય તેમજ શિક્ષકો તથા બાળકો હાજર રહ્યા.તમામ શાળાના બાળકો કલા ઉત્સવમાં તથા વાર્તા સ્પર્ધામાં હર્ષભેર ભાગ લીધો અને તમામ બાળકોને ખૂબ જ ઉત્સાહ સાથે અનેરો આનંદ આવ્યો.આ પ્રસંગે ક્લસ્ટરની શાળાના બાળકોને ખૂબ જ આનંદભેર ભાગ લઈ ને તમામ મહાનુભાવો ના આશીર્વાદ પ્રાપ્ત કરી તાલુકા ,જિલ્લા કક્ષાએ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી.બાળકો તેમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે નવા નવા સોપાનો સર કરતા રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને તમામ ગુરૂજનોએ ભગવાનને પ્રાર્થના કરી તથા દરેક સ્પર્ધા ની અંદર પ્રથમ નંબર આવેલ બાળકોને દ્વિતીય નંબર આવેલ બાળકોને તથા તૃતીય નંબર આવેલ બાળકોને ઇનામ વિતરણ રોકડ રકમ આપી કરવામાં આવ્યું તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. પાઠવી.બાળકો તેમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે નવા નવા સોપાનો સર કરતા રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને તમામ ગુરૂજનોએ ભગવાનને પ્રાર્થના કરી તથા દરેક સ્પર્ધા ની અંદર પ્રથમ નંબર આવેલ બાળકોને દ્વિતીય નંબર આવેલ બાળકોને તથા તૃતીય નંબર આવેલ બાળકોને ઇનામ વિતરણ રોકડ રકમ આપી સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.










