GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રબંધન તથા સલાહકાર સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રબંધન તથા સલાહકાર સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું


જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા જીલ્લો મોરબી માં તારીખ 14 -9- 2023 ના રોજ વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના સાંસદશ્રી કુંડારિયા મોહનભાઈ ઉપસ્થિત રહેલ.તે બેઠક દરમ્યાન બાળકોને અદ્યતન જ્ઞાન મળે એ ઉદ્દેશ્યથી સ્માર્ટ બોર્ડ તેમજ કમ્પ્યુટર માટેની સુવિધાની પૂર્તિ કરવા માટે સાંસદશ્રીએ આશ્વાસન આપેલ.તે વાતને ધ્યાન લઈને માન્ય સાંસદશ્રી કુંડારિયા મોહનભાઈએ સ્માર્ટ બોર્ડ અને કમ્પ્યુટર માટે 10 લાખની ગ્રાન્ટ આપેલ છે.જેનો લાભ જવાહર નવોદય વિદ્યલયમાં ભણનાર બાળકોને મળવાનો છે.જેથી આવનાર દિવસોમાં માન્ય સાંસદશ્રીના સહકારથી જિલ્લાની શ્રેષ્ઠ શાળા બની રહેશે એવી નેમ શાળાના આચાર્યશ્રીએ વ્યક્ત કરી માન્ય સાંસદશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button