HALOLPANCHMAHAL

પેડલ ફોર પ્લેનેટના અનોખા સંદેશા સાથે તમિલનાડુના યુવાન શિવાસુર્યને આરંભી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 3620 કિલોમીટરની સોલો સાયકલયાત્રા  

તા.૧૯.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પૃથ્વી પર વધતી જતી ગ્લોબલ વોર્મિગ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા ખતરારૂપ બની રહી છે.દુનિયામાં તેની અસર જોવા મળી રહી છે.જેમા હિમશીલાઓ પીંગળી રહી છે,સાથે સાથે વધારે ઠંડી વધારે વરસાદ અને વધારે ગરમીનો માહોલ અનુભવાઈ રહ્યો છે.આ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા સામે કેવી રીતે બચી શકાય તે સંદેશા સાથે તમિલનાડુના યુવાને કાશ્મીરથી કન્યાકુમારી 3620 કિલોમીટરની સોલો સાઈકલ યાત્રા શરુ કરી છે. પંચમહાલ ખાતે આવી પહોચેલા આ સાયકલયાત્રી વડોદરા શહેરમા આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેઓ પોતાના દરેક કામ સાયકલ લઈને પતાવે છે.અને ગ્રીન ઈન્ડિયાને પ્રમોટ પણ કરે છે.અને લોકોને સાયકલિંગ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશો પણ આપે છે.વડોદરા શહેરમા આવેલી એમી લાઈફસાઈસેન્સ નામની કંપનીમા પ્રોડકશન ઓફીસર તરીકે ફરજ બજાવતા શિવાસુર્યન મુળ દક્ષિણ ભારતના તમિલનાડુના વતની છે.તેઓ હમેશા ગ્રીન ઈન્ડિયાને લઈ લોકોમાં જાગૃતિ લાવાનાનો પ્રયાસ કરે છે.આ માટે જીવનમાં સાઈકલને વધારે મહત્વ આપ્યુ છે.શિવાસુર્યને ફરી એકવાર દેશના નાગરિકોમાં જાગૃતિ લાવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3620 કિલોમીટરની સોલો સાયકલિંગ યાત્રા શરુ કરી છે.જેમા તેઓ કાશ્મીર સહિત રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર કરેલી આ સાયકલયાત્રા ગુજરાત પહોચી હતી.શિવાસુર્યન જણાવે છે.હુ છેલ્લા 6 વર્ષથી ગુજરાતના વડોદરામા સ્થાઈ થયો છે.અને ચાર વર્ષથી ક્લાઈમેન્ટ ચેન્જ માટે કામ કરુ છુ.આ કલાઈમેન્ટ ચેન્જના કારણે લોકો પોતાની જમીનો છોડી રહ્યા છે.એટલે દુનિયાના દરેક નાગરિકની આ ફરજ છે.મારી પાસે બાઈક નથી.આપણી પાસે એક જ દુનિયા છે તેને બચાવી આપણી ફરજ છે,3 માર્ચથી આ યાત્રા શરુ કરી છે.આ પહેલા મે ગુજરાતથી તમિલનાડુ સુધી યાત્રા કરી હતી.મારા લગ્નમાં પણ સાઈકલનો ઉપયોગ કર્યો હતો. બધા મારી જેમ તો ન કરી શકે પણ નાના કામો માટે સાયકલથી કરવા જોઈએ તેવો મારો મત છે.5 થી 10 કિલોમીટર સાયકલનો ઉપયોગ કરી શકાય છે.બધા લોકો સાયકલનો ઉપયોગ કરશે તો તેની અસર જોવા મળશે.તેનાથી ગ્રીન ઈન્ડીયાને પણ પ્રમોટ કરી શકાય છે. તેઓ વધુમા જણાવે છે આ લોકજાગૃતિ અભિયાનમાં હુ જે કંપનીમાં ફરજ બજાવુ છુ.તેમનો પણ પુરો સહયોગ મળી રહ્યો છે.ત્યારબાદ તેમની વાત પુરી કરી  સાયકલયાત્રા આગળ વધાવી હતી.

[wptube id="1252022"]
Back to top button