LUNAWADAMAHISAGAR

એક ત્રાહિત વ્યક્તિએ દાહોદની 16 વર્ષની સગીરાની મદદ માટે મહિસાગર 181 ટીમની મદદ માગી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

એક ત્રાહિત વ્યક્તિએ દાહોદની 16 વર્ષની સગીરાની મદદ માટે મહિસાગર 181 ટીમની મદદ માગી

એક ત્રાહિત વ્યક્તિએ 181 પર ફોન કરી જણાવેલ કે એક 16 વર્ષની સગીરાને પિતાએ દારૂ પીને મારઝુડ કરી તથા ઘરેથી ધક્કો મારીને કાઢી મૂક્યા છે આથી મહીસાગર 181 અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિના જણાવેલ એડ્રેસ પર પહોંચી તે વ્યક્તિ સાથે વાતચીત કરી તથા સગીરાનું કાઉન્સેલિંગ કર્યું તો માહિતી મળી કે આ સગીરા દાહોદ જિલ્લાની નીનકા ગામની છે તેમને પિતાએ દારૂ પીને મારઝૂડ કરી હતી સગીરાએ પિતાને જણાવ્યું કે તેમને મહારાજનો તાવ છે આથી મારાથી દૂર રહેવું તો પિતાએ વધારે ઉશ્કેરાઈ સગીરાનો હાથ પકડી ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આથી સગીરા ઘરેથી બપોરના 12 વાગ્યા ના ચાલતા ચાલતા નીકળી ગયા અને રાત્રે 9:30 વાગ્યાના ટાઈમે સંતરામપુરના પ્રતાપપુરા ચોકડી પાસે આવી પહોંચ્યા તો ત્યાંના સ્થાનિક રહેવાસીએ આ સગીરા માટે મદદ માગી હતી સગીરાને બે ભાઈઓ બજારમાં ગયેલા હતા અને માતા મરણ પામ્યા હતા આથી ઘરે કોઈ ન હતું આથી પિતાએ તેનો લાભ ઉઠાવી સગીરાને દારૂના ભાનમાં મારઝૂડ કરી અને સગીરાએ જણાવેલ કે રોજ દારૂ પીને આવે છે અને હેરાન કરે છે આથી 181 અભયમ મહીસાગર ટીમે સ્થાનિક સંતરામપુર પોલીસને જાણ કરી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સગીરાની સોપણી કરી મદદ પુરી પાડી હતી

[wptube id="1252022"]
Back to top button