સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે ૫૯૮ દિવ્યાંગો લાભાર્થીઓને ૭૪ લાખ ના ૮૬૨ નિ:શુલ્ક સાધન સહાય નું વિતરણ કરવામાં આવ્યું


ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિકલાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજરોજ દેશભરમાં 19 સ્થળોએ સામાજિક સશક્તિકરણ શિબીરો દ્વારા દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભારત સરકારની એડીપ યોજના હેઠળ નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ ના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ની સામે આવેલ સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે ભારત સરકારની એડીપ યોજના અને એલીમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 25 મે માર્ચ 2023 ને શનિવારે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને નિશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રસંગિક પ્રવચનો કર્યા હતા
છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદીય ક્ષેત્રના દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને પડતી મુશ્કેલીઓને સાંસદ ગીતાબેન રાઠવાના પ્રયત્નોથી છોટાઉદેપુર જિલ્લામાં આ કેમ્પ થકી દિવ્યજનોને મફત સાધન સામગ્રી મળતા તેમના જીવનમાં પ્રકાશ પથરાયો છે
આજના આ કાર્યક્રમમાં 598 દિવ્યાંગ લાભાર્થીઓને 74 લાખના 862 મહેસુલ સહાયક ઉપકરનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ જિલ્લા મહીલા મોરચા અધ્યક્ષ સજ્જન બેન રાજપૂત અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









