GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સ્વ સહાય જૂથની બહેનો દ્વારા કલાત્મક રંગોળી, મહેંદી દ્વારા મતાધિકારનો સંદેશ

Rajkot: ગ્રામીણ મતદાર મહિલાઓ આગળ આવે અને લોકશાહીના પર્વમાં સામેલ થાય તે માટે મતદાતા જાગૃતિની પહેલમાં બહેનો પણ સહભાગી બની રહી છે.

રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા સ્વસહાય જૂથોના, ગ્રામ સંગઠનના, કલસ્ટર લેવલ ફેડરેશનના મહિલા સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ બાબતે વિવિઘ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

મહિલાઓ દ્વારા સમુહમાં રંગોળી, મહેંદી દ્વારા ‘મારો મત મારો અધિકાર’, ‘મારો મત કિંમતી’ સહિતના સંદેશા થકી “મતદાન જાગૃતિ” કાર્યક્રમ એન.આર.એલ.એમ. યોજના દ્વારા કરવામાં આવેલા હતાં .

આગામી તા. ૭ મે ના રોજ રાજ્યભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા લોકજાગૃતિ થકી બહેનો પણ મોટી સંખ્યામાં મતદાન માટે જોડાઈ સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન પૂરું પાડશે.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button