
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે વિદ્યાર્થીઓને પેન્ટ – શર્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી નિમિતે મહીસાગર જિલ્લાના સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પેન્ટ – શર્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે મહીસાગર કલેકટર ભાવિન પંડ્યા દ્વારા આવનારા સમયમાં ભણી ગણી ખૂબ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. અને વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓની માહિતી આપી અને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી . શાળાના બાળકોને 170 જેટલા પેન્ટ – શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું .
[wptube id="1252022"]








