MORBITANKARA

ટંકારા:લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

આરોગ્ય વિભાગની સિદ્ધિ માં નવું છોગું ઉમેરાયું; વિવિધ સુવિધાઓનું મૂલ્યાંકન કરી NQAS પ્રમાણપત્ર અપાયું

મોરબી જિલ્લાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું NQAS પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ( NQAS) ના ધારા ધોરણો અંતર્ગત ૮૮.૭૬% સાથે રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યુ છે.

આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ ૧૨ સર્વિસ પેકેજ જેમ કે, સગર્ભાની સેવા, પ્રસુતિ બાદની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓનું મુલ્યાંકન રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ પ્રમાણપત્ર મળતા સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે.

આ પ્રમાણપત્ર મેળવવા માટે તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ ગામના સરપંચશ્રી, અન્ય આગેવાન અને ગ્રામજનોના સંપૂર્ણ સહયોગ થકી આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં આરોગ્ય સેવાઓ અને માળખાકિય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે. ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસરશ્રી ડો. હાર્દિક રંગપરીયા તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button