MAHISAGARSANTRAMPUR

બાલાસિનોર ની વેરાસા ઉચ્ચ પ્રાથમિક શાળામાં તપાસનો ધમધમાટ શરૂ

અમિન કોઠારી….
મહીસાગર

બાલાસિનોરની વેરાસા ઉચ્ચ પ્રાથમિક શાળામાં તપાસનો ધમધમાટ શરૂ

બાલાસિનોર તાલુકાની વેરાસા પ્રાથમિક શાળામાં 214 વિદ્યાર્થીઓની સંખ્યા છે. અને 8 શિક્ષકો ફરજ બજાવે છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી છે. ત્યારે થોડાક દિવસો પહેલા વેરાસા પ્રાથમિક શાળામાં બારોબાર અનાજ વેચી માર્યું હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કર્યો હતો. બાદ નાયબ મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાલાસિનોર તાલુકાના વેરાસા ગામમાં આદિવાસી વસ્તી વધારે છે. જેમાં કમલા વિદ્યામંદિરે રાજ્ય કક્ષાએ નામના મેળવેલ શાળા છે અને ભૂતકાળમાં એવોર્ડ પણ ઘણા મળ્યા છે. ત્યારે આ શાળાના આચાર્ય દ્વારા કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી મળતા અનાજ આદિવાસી ગરીબ બાળકોને ના આપતા બજારમાં સગે વગે કરી વેચી નાખવાની અને બાળકોને અનાજ ન મળવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને તંત્ર દ્વારા તપાસ કરી આચાર્ય સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી હતી. ત્યારે તંત્ર દ્વારા તપાસ કરી રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે. અને હાલ નાયબ મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

*ખાનગી રાહે તપાસ કરવી પડે સમગ્ર ઘટના સંદર્ભે તપાસ કર્યા બાદ રિપોર્ટ કરી જિલ્લામાં અમે રિપોર્ટ મોકલી દીધો છે. અમારે ખાનગી રાહે તપાસ કરવી પડે. ખાનગી રીપોર્ટ જિલ્લામાં આપવો પડે. – *મોનિલ પુરોહિત, ના. મામલતદાર*

[wptube id="1252022"]
Back to top button