
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની 22 વર્ષીય મહિલાને પતિ દ્વારા અપાતા શારીરિક તથા માનસિક ત્રાસમાંથી છુટકારો અપાવ્યો
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાથી એક મહિલાનો 181 મહીલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેઓના પતિ દારૂ પીને માનસિક તથા શારીરિક રીતે હેરાનગતિ કરે છે જેથી લુણાવાડા 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી જેમાં મળતી માહિતી મુજબ મહીલા ચાર વર્ષથી તેમનાં પતિ સાથે રહે છે તેમનાં લગ્ન પણ કરેલા નથી મહિલાના પતિ અમદાવાદ નોકરી કરવા ગયેલા હતા તો મહિલા જોડે સંપર્ક માં આવતા અને ઓળખાણથી મહિલા આ પુરુષ સાથે ખાનપુર તાલુકાના એક ગામ માં આવીને રહેતા હતા તેમને 3 વર્ષનું નાનું બાળક છે પરંતુ મહિલાના પતિ દારૂ પીને મહિલા ઉપર શંકા કરતા તથા તલવાર વડે હુમલો કરવા માટે આવતા 181 ટીમની હાજરીમાં જ યુવક તલવાર લઈને ફરતો હતો અને સમજવા તૈયાર નહોતો અને મહિલાને પિયર જવા દેતો ન હોતો આથી મહિલા આવા ત્રાસમાંથી છુટકારો મેળવવા માંગતી હોવાથી મહિલા ને પતિના ડરમાંથી બચાવી કાયદાકીય માહિતી આપી તથા મહિલાને બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી અને મહિલાને પોતાના પિયર જવા માટે પતિના ત્રાસમાંથી છોડાવી હતી તો મહિલાએ મહીસાગર 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો








