GUJARATMORBI

મોરબી:જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન કરીને તેમાં જ સામાન્ય સભા યોજાઈ..

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ૨૨૨ વિકાસકાર્યોને મંજુરી આપી દેવામાં આવી છે

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જીલ્લા પંચાયતની સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિતના એજન્ડા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સદસ્યો દ્વારા સૂચવેલ વિવિધ વિકાસકાર્યોને પણ મંજુરીની મહોર લગાવવામાં આવી હતી જેમાં ૫ કરોડ ૫૦ લાખના ખર્ચે ૧૯૦ વિકાસકાર્યોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી તો ૬૬ લાખ ૯૧ હજારના ખર્ચે ૧૬ કામોને હેતુફેર મંજુરી તેમજ ૬૩ લાખ ૫૦ હજારના ૧૬ કામોને વહીવટી મંજુરી મળીને કુલ ૨૨૨ કામો ૬ કરોડ ૮૦ લાખ ૪૧ હજારના ખર્ચે મંજુરી આપવામાં આવી છે

મોરબી જીલ્લામાં પંચાયત સ્વભંડોળના કામો તેમજ હેતુફેરના કામોને મંજુરી આપી દેવામાં આવી છે તેમજ બાકી કામો ઝડપથી પૂર્ણ થશે તેમ પણ ડીડીઓએ જણાવ્યું હતું સામાન્ય સભા અંગે ડીડીઓએ જણાવ્યું હતું કે આજે સભામાં જીલ્લા પંચાયતના કામોનું સરવૈયું રજુ કરાયું હતું જેમાં ૧૩ કરોડના અંદાજીત ૮૫૦ કામો પૂર્ણ કરી ચુકવણું કરવામાં આવ્યું હોય અને ૩ કરોડના પેમેન્ટ કમ્પ્લીશન સર્ટીફીકેટ જેવી ફોર્માલીટીને પગલે બાકી છે જેનું ચુકવણું થોડા દિવસોમાં કરી દેવામાં આવશે આમ ખર્ચની રકમ ૫૦ ટકા નજીક પહોંચી ગઈ છે તેમજ વર્ષ ૨૦-૨૧ ના બાકી કામો પેન્ડીંગ છે તે ચોમાસાના કારણે બંધ છે ઓકે તમામ તૈયારી કરી લેવામાં આવી છે અને વરસાદના વિરામ બાદ કામો ઝડપથી કરવામાં આવશે તેમજ સ્વ ભંડોળ અને આયોજનના કામોમાં જે અવરોધ હોય તે દુર કરી કામો ઝડપથી પૂર્ણ થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button