
આસીફ શેખ લુણાવાડા
સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર તથા ગ્રામ્યના તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ, પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામાં આવી
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અન્વયે રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળોની સફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરુપે આજરોજ રવિવારના દિવસે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આસપાસ સફાઈ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓએ ધાર્મિક સ્થળો સફાઈ કામગીરી કરી હતી. તેમજ મંદિરની આસપાસ રહેલો કચરો અને ધૂળનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]