કાલોલ તાલુકાના અલવા ગામ નજીક નર્મદા પાઇપલાઇનમા એક વર્ષ થી લીકેજ તંત્ર ના આખ આડા કાન.

તારીખ ૦૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલવા ગામ નજીક આવેલ અમૃત વિદ્યાલય પાસેથી પસાર થતી નર્મદા પાઇપલાઇન માં છેલ્લા એકાદ વર્ષથી લીકેજનો પ્રશ્ન ઉઠ્યો છે. અમૃત વિદ્યાલયના મેન ગેટ પાસેથી પસાર થતી તરવડા, અલવા, ફતેપુરી ના ગામો મા ખેડૂતો ને પાણી પુરી પાડતી પાઇપલાઇનમાં લીકેજને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શાળા સત્તાધિશો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં પણ કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી શાળા નો પોતાનો પાણીનો બોર નજીકમાં હોય આ લીકેજને કારણે શાળાનો પોતાનો એક વાર રિપેર કરાયો હતો અને હાલ બોર ધોવાઈ ગયો છે અને ધરાસાઈ થઈ ગયો છે. જેને કારણે સ્કૂલના બાળકો ને પીવાનું પાણી ટેન્કરો મારફતે મંગાવવા ની ફરજ પડી રહી છે. હાલમાં પાઇપલાઇનનો વાલ બંધ કરવાથી લીકેજ અટકી ગયું છે તેમ છતાં પણ વહીવટી તંત્રના સત્તાધીશો આ બાબતે કઈ કહેવા તૈયાર નથી આ બાબતે નિગમના અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરતા એક વર્ષથી લિકેજ હોવાની વાતને ટાળી દીધી છે અને,” હું તપાસ કરાવી લઉં માણસ મોકલુ” તેવું આશ્વાસન આપ્યું છે. ત્યારે નિગમના પાઇપલાઇનમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે તેની જવાબદારી કોની ?