LUNAWADAMAHISAGAR

લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધામોત રાહુલ જીગ્નેશભાઈ સમગ્ર મહીસાગર જિલ્લામાં દ્વિતીય નંબરે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ 2023 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજરોજ આવેલ પરિણામોમાં કિસાન માધ્યમિક વિદ્યાલય માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધામોત રાહુલ જીગ્નેશભાઈ સમગ્ર મહીસાગર જિલ્લામાં દ્વિતીય અને રાવલ સ્નેહાબેન રાજેન્દ્રભાઈ પાંચમા નંબરે ઉત્તીર્ણ થઇ સમગ્ર જિલ્લા અને કિસાન માધ્યમિક વિદ્યાલય નું નામ રોશન કરેલ છે અને સાથે સાથે A 1 ગ્રેડમાં જિલ્લામાં કુલ પાંચ વિદ્યાર્થીઓ માંથી બે વિદ્યાર્થીઓ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડાના છે અને A2ગ્રેડમાં પાંચ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવા બદલ કિસાન માધ્યમિક વિદ્યાલય શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે કિસાન માધ્યમિક વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા હોવા છતાં ઉત્તમ પરિણામ લાવી શ્રેષ્ઠ પરિણામ ની પરંપરા જાળવી રાખેલ છે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ, વાલી મિત્રો ને શાળા પરિવાર તેમજ શાળાના પ્રમુખ મૌલિક કે પટેલ દ્વારા હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેમજ વાત્સલ્ય સમાચાર પણ ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે

[wptube id="1252022"]
Back to top button