
તા.૧૮.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક ના નાની ઉભરવન અને વાવડીની સીમ માં આવેલા સ્મશાન નજીક ના કોતર ના નિર્જન વિસ્તાર માં અચાનક આગ લાગી હતી.જે શાંત થતા તેમાં રહસ્યમય હાલતમાં અર્ધ બળેલો માણસ નો મૃતદેહ હોવાની જાણ ગામલોકો ને થતા લોકો એકત્ર થયા હતા. અને શિવરાજપુર આઉટ પોલીસને જાણ કરવામાં આવતા પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ સહિત ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે કોતર ના ઝાડી અને સૂકા પાંદડાઓ સાથે સળગેલા 400 ચોરસ મીટર વિસ્તાર માંથી આધેડ નો અડધો સળગેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો.અને આ આધેડ અંગે તપાસ કરતા તે વાવડી ગામનો 65 વર્ષીય રયજીભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું હતું.રજયીભાઈ ને આગળ પાછળ કોઈ પોતાનું ન હતું.તે નજીકના ભત્રીજા ના ઘરે રહેતા હતા.તેઓ ગામની સીમ માં શા માટે ગયા હતા તે અંગે ઘર ના કોઈ સભ્યો ને જાણ ન હતી.જ્યારે પોલીસે આધેડના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.










