
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૪.૨૦૨૪
૨૪ માં ભગવાન મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક નિમિતે હાલોલ જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ. પર્વની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.હાલોલ નગર ખાતે જૈન સમાજ બોહળો છે.આ સામાજ દ્વારા વર્ષ દરમ્યાન અવાર નવાર ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે.જેમાં રવિવારે ભગવાન મહાવીર સ્વામીજીના જન્મદિનને લઈ હાલોલ જૈન સમાજ દ્વારા રવિવારે સવારે હાલોલ નગર ના ગોધરા રોડ પર આવેલ અલકાપુરી સોસાયટી સ્થિત જૈન મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નગર ના મુખ્ય માર્ગો પર આચાર્ય ભગવંત પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મહારાજા ની મિશ્રામાં શોભાયાત્રા નીકળી હતી. નીકળેલી શોભાયાત્રા વડોદરા રોડ સ્થિત સંભવનાથ જૈન મંદિર પોહચી હતી. ત્યારબાદ સંભવનાથ જૈન મંદિર થી શોભાયાત્રા પરત અલકાપુરી ખાતે આવેલ જૈન મંદિરમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. આ શુભ પ્રસંગે હાલોલ સહીત અન્ય ગામોના જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. સુશોભિત બગી, બેન્ડ વાજા સાથે નગર માં નીકળેલી શોભાયાત્રા ને નિહાળવા તેમજ ના દર્શન કરવા નગરજનો મોટી સંખ્યામાં રાજમાર્ગો ઉપર ઉમટી પડ્યા હતા.હાલોલ જૈન સમાજ દ્વારા નગરજનો ને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.શોભાયાત્રા પરત ફર્યા બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમ આચાર્ય ભગવંત જૈનાચાર્ય નું પ્રવચન સહીત ના કાર્યક્રમ યોજાયા હતા.










