રોજમદાર નેનિવૃત્તિ ની તારીખથી જૂની પેન્શન યોજનાનો લાભ તથા અન્ય લાભો આપવા હાઇકોર્ટનો આદેશ

તારીખ ૨૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
મહીસાગર જિલ્લાના નાયબ વન રક્ષક નોર્મલ વન વિભાગ લુણાવાડા જિલ્લો મહીસાગર ના તાબા હેઠળ ચાલતી કચેરી પરીક્ષેત્ર વન અધિકારી નોર્મલ વન વિભાગ ખાનપુર જિલ્લો મહીસાગર માં વર્ષોથી ફરજ બજાવતા ભગવાનભાઈ મોતીભાઈ માલીવાડ કે જેઓને સરકાર નિયત કરેલ નિયમો અન્વયે ૬૦ વર્ષ પૂર્ણ થતા નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમય અરજદારને નિવૃત્તિના કોઈ પણ લાભો જેવા કે ગ્રેજ્યુટી પેન્શન પેન્શન તફાવત ૩૦૦ રજા તેમજ મળવા પાત્ર અન્ય લાભો આપવામાં આવેલ ન હતા જેને લઇ કામદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈનો સંપર્ક કરેલ અને તેમને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશન દ્વારા સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર મુખ્ય વન રક્ષક આરણીય ભવન ગાંધીનગર નાયબ વન રક્ષક નોર્મલ વિભાગ લુણાવાડા તથા પરીક્ષત્ર અધિકારી નોર્મલ વિભાગ ખાનપુર જિલ્લા મહીસાગરને નોટિસ પાઠવી અરજદારને નિવૃત્તિ બાદના તમામ લાભો આપવા દિન ૧૫ નો સમય આપેલ પરંતુ તે બાબતે સરકારના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં ના આવતા ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત સમક્ષ એડવોકેટ દીપકા આર દવે દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી નંબર ૧૫૮૪૫/૨૦ દાખલ કરવામાં આવેલ જે અરજી ચાલી જતા તારીખ ૨૨/૨/૨૨ રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટે અરજદારને રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી જૂની પેન્શન યોજના મુજબ પૂરેપૂરું પેન્શન રજાઓ તથા અન્ય લાભો ચૂકવી આપવાનો આદેશ કરે પરંતુ આ હુકમનો અમલ કરવામાં સરકારના અધિકારી નિષ્ફળ જતા હુકમના અનાદર બાબતે કોર્ટ કન્ટેમન્ટ ની કાનૂની કાર્યવાહી કરવા એમસીએ નંબર ૬૬૪/૨૨ દાખલ કરેલી જે અરજી સામે સરકારશ્રી દ્વારા અગાઉનો થયેલ એસ સી એ નો હુકમ પડકારવા એલપીએ નંબર ૧૭૩૭/૨૨ દાખલ કરેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ પેનલ માનનીય ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલી સાહેબ તથા હેમંત એમ રક્ષક સાહેબ દ્વારા તારીખ ૭/૩/૨૩ ના રોજ સરકારશ્રીની પડકાર કરતી અરજી રદ કરી અગાઉ કરેલ હુકમનું પાલન કરવા માટેનો આખરી આદેશ કરવામાં આવેલ છે જે આદેશ થતા ગરીબ અને આદિવાસી વિસ્તારના ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા કામદાર આલમમાં આનંદ છવાયો છે તેમ જ ગરીબ ને વયો વૃદ્ધ અરજદાર ભગવાન એમ માલીવાડને ખૂબ જ લાંબા સમય બાદ જૂની પેન્શયોજનાનો લાભ મળતા તેમનો પરિવાર પણ આનંદવિભોર બનેલ છે.










