GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ઉર્દૂ શાળા પાસે કાદવ કીચડથી સ્થાનિક રહીશો અને રાહદારીઓ પરેશાન.

તારીખ ૧૬/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકામાં એક વર્ષ પહેલા જ લાખો રૂપિયાની ગ્રાન્ટના વિકાસના કામો ને કારણે રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. પરતું કાલોલ પોલીસ સ્ટેશન પાછળથી ભાથીજી મંદિર તરફનો રસ્તો ખખડધજ થઈ જતાં એજ રસ્તા પાસે કાલોલ પ્રાથમિક કુમારશાળા તેમજ ઉર્દુ સ્કુલ આવેલ છે. આ શાળાના બાળકો ને ચોમાસામાં વરસાદના પગલે રસ્તો કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે અને કાદવ કીચડ અને ગંદા પાણીમાં રહીને શાળાએ જતા બાળકો તથા સ્થાનિક રહીશો અને રાહદારીઓ નિકળવા મજબુર છે જેને પરિણામે ગંદકી ની ભરમાર અને જનતા ને અવરજવર મા તકલીફ પડી રહી છે આ વિસ્તારના રહીશો ને પોતાના ઘરે જવુ પણ દુષ્કર બની ગયેલ છે જેથી તાકીદે કામ પુર્ણ કરી રાબેતા મુજબનો સારો રસ્તો બને તેવી જનતાની માંગ છે.

[wptube id="1252022"]









