BANASKANTHAPALANPUR

Palanpur : જાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું.

જી.સી.આર.ટી.પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બ.કાં.પાલનપુર આયોજિત ૯ મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ પાલનપુર મુકામે ગત તા.૨૧/૧૦/૨૦૨૩ ને શનિવાર ના રોજ બપોરે યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ડાયટના પ્રાચાર્ય પી.એમ. બારડ સહિત અન્ય મહાનુભાવો જોડાયા હતા ઉદ્ઘાટક પ્રસંગમાં જોડાયા હતા. ૧૪ તાલુકામાંથી ૫૦ જેટલા ઈનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો. સમગ્ર ઈનોવેશન ફેસ્ટિવલનું સંચાલન ડી.આઈ.સી. વર્ષાબેન પ્રજાપતિએ કર્યું હતું.આ પ્રસંગે જાડા અનુપમ પગાર કેન્દ્ર શાળાના શિક્ષક અલ્પેશકુમાર એસ.પ્રજાપતિએ પણ પોતાનું ઇનોવેશન રજુ કર્યું.જેમાં તેમણે બાળકોમાં નાનપણથી જ બચતનો ગુણ કેળવાય અને બેંકના સામાન્ય વ્યવહારથી માહિતગાર થાય તે હેતુથી ચાલતી ‘જાડા અનુપમ બચત બેંક’ અંગે સમજ આપી હતી.જેનાથી બાળકોમાં બચત કરીને તે પૈસાનો ઉપયોગ પ્રવાસ,પર્યટન,સ્ટેશનરી, ગણવેશ સહિત અન્ય વસ્તુઓ લાવવા તેનો ઉપયોગ કરે છે.તેમજ બેંકના સામાન્ય વ્યવહારથી માહિતગાર થાય છે.શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણના ગુણોમાં વધારો થાય છે.તેવું ઈનોવેશન રજુ કર્યું હતું. આ ઈનોવેશનથી સમગ્ર ગુજરાત ના દરેક બાળકો તેમજ શિક્ષકોને ઉપયોગી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ ઈનોવેશન કરવા બદલ શિક્ષણ સમાજ,સી.આર. સી.અને બી.આર.સી.તથા જિલ્લાના શિક્ષકોએ સ્ટોલની મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા.જે બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button