MORBIMORBI CITY / TALUKO

Chotila:ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણએ પોલીસ કામગીરી ને લ‌ઈ સવાલ ઉઠાવ્યા

Chotila:ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ ની આંદોલન ની ચિમકી

શામજી ચૌહાણ ભાજપના છે ચોટીલા ના ધારાસભ્ય પોલીસ કામગીરી ને લ‌ઈ સવાલ ઉઠાવ્યા

(રામકુભાઇ કરપડા  મુળી)

Oplus_131072

એક તરફ વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારની વાતો કરીને અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ આજે પણ ભ્રષ્ટ હોવાની અને લોકો તથા ભાજપના કાર્યકરોને હેરાન કરતા હોવાની વાત કરીને ભાજપના જ ધારાસભ્ય શામજી ચૌહાણે સહુને ચોંકાવી દીધા છે. ભાજપના ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પોલીસ અધિકારીઓ પર ભડક્યા છે. ભાજપના કાર્યકરોને હેરાન કરતા પોલીસ અધિકારીઓ સામે તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લોકસભાની ચૂંટણીને લઈને ચોટીલામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. આ દરમિયાન ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન સંબોધન કરતાં તેઓ અધિકારીઓ પર ભડક્યા. તેમણે કહ્યું કે રાજકોટછી બામણબોર સુધી હાઈવે પર સાતથી આઠ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે અને એમાં વાહનચાલકોને રોકીને તેમને દંડ ફટકારવાની અને વાહન ડિટેઈન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. આમાં ઘણા ભાજપના કાર્યકરોને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. જો આગામી દિવસોમાં અધિકારીઓ નહીં સુધરે તો ચૂંટણીના પરિણામો બાદ ભાજપના ધારાસભ્ય હોવા છતાં તેમણે ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન કરવું પડશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button