GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રીફાઇ કમેટી દ્વારા રોઝદારો માટે શહરી નું સુંદર આયોજન.

તારીખ ૦૫/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો આ રમઝાન માસ જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે અને પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. જે વીસેક દિવસ ઉપર વિતી ચૂક્યા હોય શહેરી તેમજ ઇફ્તાર પાર્ટી ઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજરોજ ૨૫ માં ચાંદ એટલે કે ૨૫ મો રોઝા નો દિવસે હોય કાલોલમાં રિફાઇ કમેટી દ્વારા સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહે રિફાઇની મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ સલીમુલ્લાશાહ રિફાઈ સાહેબે મુસ્લિમ સફર મહીનાની ૨૫ તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી.ત્યારથીજ દર મહિનાની ૨૫ તારીખે કાલોલ લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઇ કમેટી દ્વારા મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈની માસીક પૂણ્યતિથિ નો દિવસ હોય છે જેને લઇ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાલોલ નુરાની ચોકના પ્રાંગણમાં લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રીફાઇ કમેટી દ્વારા રમઝાન પવિત્ર માસ હોવાથી મોડીરાત્રીના ત્રણ વાગ્યાના સુમારે શહેરી માટે ભરપેટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી નિયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી. અંતે રોજદારો માટે નિયાઝ નું આયોજન અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઝાકીરબેગ મીરઝા અને મઝહર શેખ દ્વારા સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button