AHAVADANG

ડાંગ જિલ્લા માહિતી કચેરીએ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દેશ આખામાં ઉજવાઈ રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ જનઆંદોલનમાં પોતાનું યોગદાન આપતા, ડાંગ જિલ્લા માહિતી કચેરીએ પણ ‘સ્વચ્છતા રવિવાર’ ઉજવ્યો હતો.
ઉચ્ચસ્તરીય સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વચ્છતાના આ સેવાયજ્ઞમાં આહુતિ આપતા ડાંગ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ, પોતાની કચેરીના પરિસરની સ્વચ્છતા સાથે, કચેરીનું સફાઈકાર્ય હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની ગાંધીનગર સ્થિત માહિતી નિયામકશ્રીની કચેરી તથા તેના તાબા હેઠળની તમામ જિલ્લા કચેરીઓ, પ્રાદેશિક કચેરીઓ, પ્રદર્શન કેન્દ્રો વિગેરેનું ‘વિશેષ સ્વચ્છતા અભિયાન’ હાથ ધરવાની માહિતી નિયામક શ્રી ધીરજ પારેખે, જિલ્લા અધિકારીઓની રીવ્યુ બેઠકમાં કરેલી અપીલને ઉપાડી લેતા, રાજ્યભરની કચેરીઓએ ઠેર ઠેર ‘સ્વચ્છતા રવિવાર’ ઉજવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button