
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ કલા મહોત્સવ ના આયોજન માં ભુજ મધ્યે ટાઉનહોલ માં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સર્વે કલા સાધકો નું કચ્છ મોરબી ના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, વિવિધ સેવાકીય સંસ્થાનો સલગ્ન શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા વિવિધ ક્ષેત્ર ના રાજકીય, સામાજીક મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ઉષ્માભેર સન્માન કરવામાં આવેલ.
સાંસદ વિનોદ ચાવડાએ કલા સાધકો નું સન્માન કરતાં જણાવ્યુ હતું કે, ૬૪ કલા અને ૧૬ ભાષા નો જયારે સુમેળ થાય ત્યારે સાહિત્યની ઉપમા મળે છે. સાહિત્ય ના વિવિધ ક્ષેત્રો માં વિરલ પ્રદાન કરનાર કર્મઠ સાધક કલાકારો ને એક જ મંચ ઉપર થી મને સન્માન કરવાનો રૂડો અવસર પ્રાપ્ત થયેલ છે. કલા એટલે માનવ સર્જિત કૃતિઓ અને કલા ના માધ્યમો સંસ્કાર જગત અને જ્ઞાન જગત ને સૃષ્ટિ પર ફેલાવે છે.
કચ્છ ઈતિહાસમાં સૌ પ્રથમ વખત એક મંચ ઉપર હસ્ત કલાથી લઈ ગાયન – વાદન કલાકારો કાવ્ય સર્જક, નાટ્ય કલાકાર, ફોટો ગ્રાફર, રોગાન આર્ટ કલાકાર, ચિત્રકલા સાધક, પદ્મશ્રી વિજેતા, રાષ્ટ્રીય એવોર્ડ અને રાજય કક્ષા ના મેળવેલ તજજ્ઞ કલાકારો નું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદે જણાવ્યુ હતું કે, કલા સર્જન ની પ્રક્રિયા ને લક્ષમાં રાખી સર્જક ની અનુભૂતિ જે માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય જે કલા છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ આજે સૌ કલા સર્જકો ને એક જ મંચ પર બોલાવી સન્માન કરવાનું ભગીરથ બીડું ઝડપ્યું છે જે ખુબજ સરાહનીય છે. તેમના પ્રયત્નો સફળ થયા છે. જે આજે વિવિધ ક્ષેત્ર ના કલાકારો ની હાજરી એ પ્રમાણિત કરે છે.
કલા વારસાને જાળવવા તજજ્ઞ કલાકારો માં ઓસ્માણ મીર, સંગીતાબેન લાબડીયા, મોરારદાન ગઢવી, નિલેશભાઇ ગઢવી, હરી ગઢવી, ઘનશ્યામ ઝુલા, પુનસી ગઢવી, રાજેશ ગઢવી, દિવાળીબેન આહીર, સોનલબેન સંઘાર, બાબુભાઈ આહીર, હનીફ અસલમ ઢોલી, અનિરુધ્ધ આહીર, દેવકીબેન બુચિયા, ખુશી આહીર, ભુમી આહીર, દિપાલીબેન ગઢવી, ચંદ્રિકાબેન આહીર, પિયુષ મારાજ, દિક્ષિત મારાજ, વસંત મારાજ, અક્ષય જાની, શૈલેષ જાની સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહી સન્માન સ્વીકારેલ.
પદ્મશ્રી નારાણભાઇ જોષી “કારાયલ”, અબ્દુલભાઇ ગફુર ખત્રી સાથે રોગાન આર્ટ ૪ કલાકાર, ૨૦ નાટ્ય કલાકાર, ફોટોગ્રાફી ૪, ચિત્રકલા માં પાંચ અને સંગીત ક્ષેત્રે ગાયક અને વાદન કલાકાર ૪૦૦ થી વધુ લોકોને સન્માનીત કરવામા આવ્યા હતા.
[wptube id="1252022"]



