KUTCH

ધારાશાસ્ત્રી એચ.એસ અહિરે આરટીઓ અધિકારીઓ દ્વારા ફિલ્ડ કામગીરીમાં ભ્રષ્ટાચાર નથી  કરતા તે સાબિત કરવા વીડિયો રેકોર્ડિંગ કરવાની માંગી પરવાનગી!

ઇતિહાસમાં સંભવતઃ પહેલીવાર ઊંઘી ગંગા વહી, સોશિયલ મીડિયામાં આરટીઓ પર થતા આક્ષેપો વિરુદ્ધ કાર્યવાહીને તંત્ર પરવાનગી આપશે..?

કચ્છ : તા.22 March 2024

રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

આમ તો સરકારી કામગીરીની વિડીયો રેકોર્ડિંગ કરવો એ ગુન્હો નથી પણ મોટા ભાગે સરકારી કર્મીઓ વિડીયો રેકોર્ડિંગ કરનાર લોકો સાથે ઘર્ષણમાં ઉતરી પડતા હોવાના બનાવો રોજબરોજ બહાર આવી રહ્યા છે. એવામાં ભ્રષ્ટાચાર આચરવાની બાબતમાં પશ્ચિમ કચ્છની સૌથી વિવાદીત આરટીઓ કચેરી ઉપર દિવસ ઉગેને નવા આક્ષેપો થતા હોવાથી ભુજના ધારાશાસ્ત્રી એચ.એસ.આહીરે આરટીઓની કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરવાની પરવાનગી માંગી છે

ઝીંકડીના રહેવાસી ધારાશાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આરટીઓ દ્વારા નિર્ધારીત ચેક પોસ્ટો ઉપર ઓવરલોડ, વાહનોના ફિટનેશ, રોડ સેફટી વગેરે બાબતે વાહનોને દંડવાની બદલે ફોલ્ડરીયા મારફતે હપ્તા ઉઘરાવવાના શરૂ કર્યા હોવાના આક્ષેપો સોશિયલ મીડિયા મારફતે તેઓના ધ્યાને આવ્યા છે. જેમાં સૂકા ભેગા લીલાએ બળતા હોય તેમ બેકસૂર કર્મીઓ પણ ભોગ બની જતા હોય છે. આરટીઓ પશ્ચિમ કચ્છ વિભાગ દ્વારા કામગીરી પારદર્શી રીતે થઈ રહી છે તે લોકો સમક્ષ લાવવા કામગીરીને ખલેલ ન પહોંચે તેમ કાયદાની મર્યાદામાં રહી ફીલ્ડ કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરવાની પરવાનગી મેળવવા અરજી કરાઈ છે. જેથી પાયાવિહોણા આક્ષેપોનું ખંડન થઈ શકે કાં તો આક્ષેપો બાબતે હકીકત સામે લાવી શકાય.

મીઠાના અને ખનીજના ઓવરલોડ વાહનોના લીધે આજદિન સુધી અનેક જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ત્યારે ધારાશાસ્ત્રીએ હાથ ધરેલા નવતર પ્રયોગને લીધે આરટીઓ કર્મીઓ કે ટ્રાન્સપોર્ટરો કોણ અંકુશમાં આવે છે તે જોવું રહ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button