KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાના કર્મચારી ને ગ્રેજ્યુટી ના પાંચ લાખ ઉપરાંતની રકમ ચૂકવવા કંટ્રોલિંગ ઓથોરિટી ગોધરા નો આખરી આદેશ

તારીખ ૧૬/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ના કાલોલ મુકામે આવેલ નગરપાલિકા કાલોલ માં તારીખ૩/૧/૯૧ બાંધકામ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર કે પટેલ જેવો એ તેમની નોકરી માંથી સ્વેચ્છિક રીતે તારીખ ૨૯/૪/૨૩ રાજીનામું આપેલ જે તે સમયે નગરપાલિકા તરફથી તેમને નિવૃત્તિના લાભો પૈકી ગ્રેજ્યુટી ની રકમ ચૂકવવામાં આવેલ ના હતી તે બાબતે કર્મચારીએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ મળી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશન દ્વારા ધી પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ૧૯૭૨ હેઠળ નિમાયેલા કંટ્રોલિંગ ઓથોરિટી ગોધરા પંચમહાલ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ તે ફરિયાદ ની સુનવણી થતા બંને પક્ષકારોને સાંભળી ફેડરેશન તથા કર્મચારી તરફે શિતેષ એ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ હાજર રહી દલીલો કરતા કેસમાં પડેલા પુરાવા આધારિત કર્મચારી મનોજકુમાર કે પટેલને નિવૃત્તિ પેટે ચૂકવવામાં પાત્ર થતી ગ્રેજ્યુટી ની રકમ રૂપિયા ૫.૧૩.૪૧૫ ચૂકવવા પંચમહાલ જિલ્લાના કંટ્રોલિંગ ઓથોરિટી તથા મદદનીશ શ્રમ આયુક્ત એમ જે સોની દ્વારા આદેશ ફરવામાં આવેલ છે જે આદેશ થકી કર્મચારી ગ્રેજ્યુટી ના લાભાર્થી બનેલ છે

[wptube id="1252022"]
Back to top button