વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકની ટીમ વઘઈ તાલુકાનાં મોટામાળુંગા ખાતે આવેલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહી હતી.તે વેળાએ એકટીવા મોપેડ રજી. નં.GJ-30-E-0065 આવતા સાપુતારા પોલીસની ટીમે તેની તપાસ કરી હતી.ત્યારે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે મોપેડ પર સવાર ભાવેશભાઇ મનસુભાઈ દેશમુખ (રહે.આહવા તા.આહવા જી.ડાંગ) તથા ભરતભાઈ સુરેશભાઈ પવાર (રહે. સુરગાણા જી.નાસિક મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી.તેમજ દારૂનો જથ્થો અને મોપેડ સહિત પોલીસે કુલ કિંમત રૂપિયા 33,120/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયેએ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
[wptube id="1252022"]





