કચ્છ : તા.06-02-2024
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
પશ્ચિમ કચ્છ જીલ્લો દરીયાઈ સરહદ તથા આંત૨ રાષ્ટ્રીય સ૨હદ ધરાવતો જીલ્લો હોઇ આંર્તારેક સુરક્ષા તથા પ્રશાશનની જવાબદારી કેન્દ્ર સરકા૨ અને રાજય સરકારની અલગ-અલગ સરકારી એજન્સીઓના શિરે આવેલ છે જેમાં એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ., સી.આઈ.એસ.એફ., ગુજરાત પોલીસ, જી.આ૨.પી. સી.આ૨.પી.એફ., ફોરેસ્ટ, મેરીટાઈમ બોર્ડ, કસ્ટમ વિભાગ, જેલ વિભાગ, બોર્ડરવિંગ હોમગાર્ડ, જી.આ૨.ડી., એસ.આ૨.પી.એફ., ફીશરીઝ વિભાગ, ન્યાયતંત્ર, મહેસુલ વિભાગ, રો, સેન્ટ્રલ આઈ.બી. સ્ટેટ આઈ.બી., સી.આઈ.ડી. ક્રાઈમ, જીલ્લા પંચાયત, પી.જી.વી.સી.એલ. વગેરે સરકારી વિભાગોની જવાબદારી રહેલી છે ત્યારે, તે દરેક આંતરીક એજન્સીઓની વચ્ચે સુંચારુ સંકલન કેળવાય તે હેતુથી તેમજ લોકો અને આંત૨ એજન્સીઓ વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમજ “સ્વચ્છ કચ્છ, ફીટ કચ્છ” “ડ્રગ્સ ઉન્મુલન” “ટ્રાફીક અને સાયબર અવે૨નેસ” અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી આઈ.જી.પી. ના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ નું આયોજન યોજવામાં આવ્યું છે. જેમાં બોર્ડ૨,કોસ્ટલ વિસ્તા૨ના ગ્રામજનો,શહે૨ીજનો, રાજય અને કેન્દ્ર સ૨કા૨ની વિવિધ એજન્સીઓ અને પોલીસ વચ્ચે વિવિધ ૨મતોનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ સ્પોર્ટસ મીટ ૨૦૨૪ માં પોલીસ પરીવા૨, સીનીય૨ સીટીઝન તથા બોર્ડ૨ રેન્જના ત્રણ જિલ્લા બનાસકાંઠા, પાટણ તથા પુર્વ કચ્છ ને પણ શામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત લોકોની જાગૃતિમાં વધારો તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તથા સ્વચ્છ કચ્છ, ફીટ કચ્છ “ડ્રગ્સ ઉન્મુલન” “ટ્રાફીક અને સાયબર અવેરનેસ” વધે તે હેતુસ૨ સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ આગામી તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામજનો,શહે૨ીજનો, સ્ફુલ-કોલેજે, વિવિઘ સંસ્થાઓ તથા અન્ય સરકારી એજન્સીઓ પણ સામેલ ૨હેશે. તેમજ મેરેથોન દોડમાં જહે૨ જનતાને પણ મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.
આ ઉપરાંત બોર્ડ૨,કોસ્ટલ વિસ્તા૨ના લોકો સાથેના સીધા સંવાદ સાથે તેઓની જાગૃતતા વધે તથા પોલીસ શાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર બોર્ડ૨ રેન્જ ખાતે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા કોમ્યુનીટી પોલીસ અંતર્ગત “અખંડ ભારત પોલીસ મિત્ર” નું સંમેલન બોર્ડ૨ના છેલ્લા ગામ કુરન ખાતે યોજવામાં આવેલ છે. જેમાં બનાસકાંઠા, પાટણ, પુર્વ કચ્છ, પશ્વિમ કચ્છના નાર્ગારેકોનો સમાવેશ ક૨વામાં આવ્યું છે જે લોકો આ શંમેલનમાં હાજ૨ રહેવાના છે. તે મુખ્યત: બોર્ડર,કોસ્ટલ વિસ્તારની સરહદી સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા, જાગૃતતા અને દેશપ્રેમ વધે તે માટે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને નાગરીકો વચ્ચે શેતુનું કામ ક૨શે. આ સંમેલનને ડી.જી.પી. સંબોધન ક૨શે.
આ સ્પોર્ટ મીટ-૨૦૨૪ ના ભવ્ય આયોજન આઈ.જી.પી. મોથાલીયાની પ્રેરણાથી શક્ય બન્યું છે. આ સમગ્ર આયોજન પશ્ચિમ કચ્છ એસ.પી. મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યું છે. આ સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત ૨ાજ્યના ડી.જી.પી. ઉપસ્થિત રહેશે.
[wptube id="1252022"]



