KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોર્ટ નાં બે જજની બઢતી થતા સત્કાર સહિત ભવ્ય વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૧૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ એમ.એ.પંડયા અને એડી.ચીફ.જયુ. મેજીસ્ટ્રેટ એમ.વાય.રાઘનપુરવાળા એમ કાલોલ કોર્ટ ના બન્ને જ્જ ડીસ્ટીક જજ તરીકે પ્રમોશન આવતા કાલોલ બાર એસોસિયેશન દ્વારા સત્કાર સમારંભ રાખવામાં આવેલ હતો.બાર એસોસિયેશનના પ્રમુખ જે.બી.જોશી અને ઉપ પ્રમુખ હિરલ ગોહીલ અને અન્ય વકીલો દ્વારા બન્ને જજ ને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્ર્મ માં બન્ને જજ નાં પરિવારજનો,એડી.જ્યુ.મેજી. ફર્સ્ટ ક્લાસ જજ પી.એસ.શાહ તમામ વકીલો,સરકારી વકીલશ્રીઓ તેમજ કોર્ટ સ્ટાફ સાથે હાજર રહેલા અને બન્ને જજ ને અભિનંદન આપ્યા હતા. કાલોલ કોર્ટ નાં ઇતિહાસ માં પ્રથમ વાર એક સાથે બે જજો નું પ્રમોશન થવાની ધટના બની છે.

[wptube id="1252022"]
Back to top button