પત્ની હોવાની હકીકત પુરવાર ન કરતા કાલોલ કોર્ટે ઘરેલુ હિંસા નાં આરોપો ફગાવી અરજી નામંજુર કરી.

તારીખ ૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જેલી ગામે રહેતા કૈલાશબેન મંગળભાઈ દ્રારા વર્ષ ૨૦૧૭ માં મુકેશભાઈ રમેશભાઈ સોલંકી તેમજ તેમની માતા ભારતીબેન રમેશભાઈ સોલંકી રે.ડાકોર વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમની કલમ ૧૨ મુજબ કાલોલ ના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી આપી હતી જે અરજીમાં મુકેશભાઈ સોલંકી તેઓના પતિ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમજ ફુલહાર વિધિથી થયેલ તા ૦૯/૦૮/૧૭ ના રોજ નાં લગ્ન માં તેઓને પિયર માથી સોના ચાંદીના દાગીના સહિતનું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું માત્ર ૧૪ દિવસના લગ્નજીવન બાદ તેઓ પિયર આવ્યા હતા અને ત્યારબાદ ગત તા ૦૫/૦૯/૧૭ ના રોજ ઝગડો કરી પહેરેલ કપડે કાઢી મુકેલ ની વિગતો થી ઘરેલુ હિંસા અને માસીક ભરણપોષણ સહિત મિલકત માં ભાગ અને ત્રાસદાયક કૃત્ય નું વળતર મેળવવાં અરજી દાખલ કરી હતી જે અરજી કોર્ટમાં પુરાવા માટે આવતા સામાવાળા નાં એડવોકેટ એસ.એસ. વણકર દ્વારા કરેલ દલીલો અને રજૂ કરેલ જવાબ (અરજદાર મહિલાને વચેટિયાઓ મારફતે લગ્ન માટે માત્ર જોવા માટે ડાકોર ખાતે ભેગા થયા હતા અને અનુકૂળ ન આવતા આગળ કોઇ વાતચિત થઈ નહોતી તે સિવાય ની કોઈ વિગતો ખરી નથી સામાવાળા સરકારી કર્મચારી હોવાથી માત્ર પૈસા પડાવવા અરજી કરી હોવાનું જણાવ્યું હતું ) પડેલ પુરાવા ને ધ્યાને રાખીને કાલોલના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ એમ વાય રાધનપુરવાળા દ્રારા ફરિયાદી મહિલાએ પોતાના લગ્ન અને સામાવાળા તેણીના પતિ હોવા અંગેનો કોઇ પુરાવો રજૂ કરેલ ન હોવાથી અને કરિયાવર સહિત ની કોઈ વિગતો પુરવાર ન કરતા ફરિયાદી મહિલાની ઘરેલુ હિંસા અને માસીક ભરણપોષણ સહિત મિલકત માં ભાગ અને ત્રાસદાયક કૃત્ય નું વળતર મેળવવાં ની અરજી નામંજૂર કરી છે.










