
- વાત્સલ્યમ્ સમાચાર
નારણ ગોહિલ લાખણીઅદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજીત મહાશિવરાત્રી ના અવસરે દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો ગુજરાત નો સૌથી મોટો મેગા અશ્વ – શો બનાસકાઠા જિલ્લા ના લાખણી તાલુકાના જસરા ગામે યોજાય છે જે આ વર્ષે ૧૩મો મેગા અશ્વ શો – જસરા આગામી તા. ૦૪-૦૩-૨૦૨૪ થી તા. ૦૮-૦૩-૨૦૨૪ મહાશિવરાત્રી સુધી યોજાનાર છે જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ સહાય અને પ્રોત્સાહન પુરૂ પાડવાનાં આવનાર છે આ અશ્વ શો ની તૈયારી ના ભાગરૂપે મેળા સમિતિ અને અશ્વ પાલકો ની એક મિટીંગ તા. ૦૭-૦૧-૨૦૨૪ રવિવારે અદ્વૈત વિદ્યા સંકુલ જસરા ખાતે સમિતિ ના અધ્યક્ષ મહેશભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે હિરેન પટેલ ( અમદાવાદ) ઓલ ઈંડિયા મારવાડી હોસઁ સોસાયટી ઉપાધ્યક્ષ તેમજ ધિરેન પટેલ ( કલોલ ),આનંદ દેસાઈ અમદાવાદ, ભૂપેન્દ્ર દેસાઈ પાવડાસણ – જસરા , એ કે જાડેજા, શુકલાજી,જગતસિંહ રાઠોડ, ગણપતસિહ સોલંકી,પાડજી રાજપૂત, વિહાજી રાજપૂત, કેરાજી રાજપૂત,કહાન પટેલ,મફતલાલ પુરોહિત,મુસ્તાકભાઈ, અલ્પેશ દેસાઈ,કનુભા,ભરત દવે,પીરાભાઈ,વિષ્ણુ કવર,ઈશ્વર પટેલ,મનિષ ચૌધરી,ગોરધન પટેલ,દીપક ગોર,શૈલેશ દવે,નાગજી દેસાઈ,કરશનજી રાજપૂત સહિત બહોળી સંખ્યા માં પ્રમુખ અશ્વ પાલકો ઉપસ્થિત રહી આ વર્ષ ના મેળા ને વધુ સારી સુખ સુવિધાઓ પુરી પાડી બીજા રાજ્યો માંથી આવતા અશ્વો ને વધુ પ્રોત્સાહિત કરવા તેમજ હરિફાઈઓ વધારી – ડીસપ્લે ને પ્રોત્સાહન આપવા તેમજ લે-વેચ ના બહારના રાજ્યો ના વહેપારીઓ આવનાર હોઈ સ્થાનિક અશ્વ પાલકો લે વેચ માટે પોતાના અશ્વો પહેલેથી લાવે તે અંગે ની ચર્ચાઓ કરી હકારાત્મક રીતે આગળ વધવા ના નિર્ણયો કરવામાં આવેલ તેમજ રમત ગમત સહિત ની અન્ય રમતો ને બળ આપવા તેમજ વધારે સારી રીતે થાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી
તમામ લોકોએ જસરા શો એ રાષ્ટ્રીય કક્ષાનો શો બની ગયેલ હોઈ તેની ગુણવત્તા કાયમ રહે તે માટે અશ્વ પાલકો નો ભરોસો છે તે જળવાઈ રહે તે દિશા માં ટીમ તરીકે કામ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો
દેશ ભરમાં જસરા શો બિનપક્ષપાતી નિર્ણયો માટે જાણીતો છે જે ગુજરાત ના અશ્વ પાલકો સહિત સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત હોઈ ગૌરવશાળી પરંપરા કાયમ રાખવા સૌને સહકાર આપવા જણાવવામાં આવ્યું
મિટીંગ માં હિરેન પટેલે પણ માર્ગદર્શન આપેલ તેમજ વિવિધ સૂચનો મળેલ તે પૈકી વધૂમાં વધુ સૂચનો નો અમલ કરવામાં આવે તેવો પ્રયત્ન કરવાની ખાત્રી આપવામાં આવેલ .





