AHAVADANG

ડાંગ જિલ્લાનાં ૩૧૧ ગામડાઓમાં વરસાદી વિધ્ન વચ્ચે પણ ડાંગવાસીઓએ પારંપારિક હોળીકાનું દહન કર્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે.આદિ અનાદિ કાળથી ડાંગવાસીઓ હોળી પર્વને રીતિ રિવાજ અને પારંપારિક રીતે હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવે છે.ડાંગ જિલ્લામાં હોળીનાં પર્વમાં ડાંગવાસીઓ ખાઊલા,પીઊલા અને નાચુલાની પરંપરાને યાદ અપાવે છે.હોળીકા દહન તથા ધુળેટીનો પર્વ ડાંગવાસીઓ માટે ફક્ત રંગોળી રમવા માટેનો જ નહી પરંતુ આસ્થા અને માન્યતાનો તહેવાર છે.ડાંગવાસીઓ દર વર્ષે મનભરીને હોળી પર્વની ઉજવણી કરે છે.લોકોની માન્યતા પૂર્ણ થાય તો તેઓ ખુશ થઈ હોળીને વધાવે છે.હોળી દહનની સાથે નાચ ગાન અને પૂજા વિધિ થાય છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે હોળીકા દહન વખતે વરસાદી વિધ્ન નડયુ હતુ.પરંતુ વરસાદી વિધ્ન વચ્ચે પણ ગામડાઓમાં ગ્રામજનોએ હોળીકા દહન કર્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ વચ્ચે સોમવારે રાત્રે 8 વાગ્યા પછી પૂજા અર્ચના બાદ હોળીનું દહન કરાયુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હોળીકા દહન વખતે હોળી ફરતે લોકોએ ફરીને નવુ પાકેલ ધાન્યનું નૈવેધ ચઢાવી ધન્યતા અનુભવી હતી…

[wptube id="1252022"]
Back to top button