GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નગરપાલિકા દ્વારા દરબાર ગઢના છેડાથી મયુર પુલના છેડા સુધી રેલિંગની સાફ સફાઈ કરાઈ
મોરબી નગરપાલિકા દ્વારા દરબાર ગઢના છેડાથી મયુર પુલના છેડા સુધી રેલિંગની સાફ સફાઈ કરાઈ
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા મોરબીમાં દરબાર ગઢના છેડાથી મયુર પુલના છેડા સુધી રેલિંગની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તેમજ સ્વૈચ્છિક લોકો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે દરબારગઢના છેડા પાસેથી મયુર પુલના છેડા સુધી આવેલી રેલિંગ પાસે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો અને ઉગી નીકળેલા ઝાડવાઓ-વનસ્પતિ સહિતની ગંદકી દૂર કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]