GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મધવાસ નજીક રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ટક્કર મારતા ઈજાગ્રસ્ત યુવકનુ સારવાર દરમિયાન મોત.

તારીખ ૦૩/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ખાતે રહેતા અને મુળ મઘ્ય પ્રદેશ ના કોયલારી ના દાનેશ્વર ભદુલાલ દુર્વે ની ફરીયાદ મુજબ તેઓ અને તેમનો પુત્ર રાજ બન્ને એ.આઈ.એમ મેટાલિક્ષ નામની કંપનીમાં નોકરી કરતા હતા શુક્રવારે તેમનો પુત્ર રાજ નાઈટ શિફ્ટ મા નોકરી મા હતો અને આશરે ૧૧ કલાકે જમવા માટે ધરે આવ્યો હતો અને જમ્યા બાદ કંપનીમાં જવા ૧૧:૩૦ કલાકે રોડ ક્રોસ કરી નીકળેલ રાત્રીના કંપનીના ઓપરેટર નો ફૉન આવ્યો હતો કે રાજ કયા છે હજુ સુધી કંપનીમાં આવ્યો નથી જેથી તેની તપાસ શરૂ કરી હતી ત્યારે રાજના મોબાઈલ પર સતત ફોન કરતા ૧૦૮ ના ડ્રાઈવરે ફોન ઉપાડેલો અને મધવાસ થી મેટાલિક્ષ કંપની મા જતા સમયે રોડ ક્રોસ કરતા સમયે કોઈ વાહને ટક્કર મારતા અકસ્માત થયો છે અને તેને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવેલ અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી હોસ્પીટલ મા રીફર કરતા વડોદરા દાખલ કરેલ છે તેવી માહિતી આપી હતી જેથી તેઓ વડોદરા નિકળ્યા હતા જયા તેની સારવાર ચાલતી હતી ત્યારબાદ રાજ ને વધુ તકલીફ થતા આઇસીયુ મા વેન્ટિલેટર પર રાખવામાં આવેલો ત્યારબાદ સાજના સુમારે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે રાજ ને મરણ પામેલ જાહેર કરેલ જે બાબતે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ આધારે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button