રમજાન પવિત્ર માસ નો આજે સતાવીશમોં રોજો થઇ ગયો મુસ્લીમો પોતાનાં રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન કેટલાક નાના ભૂલકાઓ પોતાના જીવનમાં પ્રથમ રોજો રાખતા હોય છે ત્યારે આજે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતા સઈદ પટેલ એડવોકેટ ની દીકરી ખદીજા પટેલ એ ૬ વર્ષ ની ઉંમરે પ્રથમ રોજો રાખ્યો હતો નાનકડા ભૂલકાઓ નાની ઉંમર કાળઝાળ ગરમીમાં પોતાના જીવનનો પહેલો રોજો રાખી ને રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખ઼ુદા ની બંદગી કરી પરિવાર તરફથી રોજો રાખનાર નાના ભૂલકાઓ ને ફુલહાર પહેરાવી પ્રથમ રોજા ની મુબારક બાદ આપી હતી