પતિને દારુ પીવડાવવા બાબતે ઠપકો આપતા કણેટીયા ગામે મહીલા બુટલેગર અને તેના સાથીઓ દ્વારા મહીલા ઉપર હુમલો

તારીખ ૦૧/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કણેટીયા ગામે પતિને શોધવા બુટલેગરને ત્યાં પહોંચેલી મહિલાને એક મહિલા સમેત અન્ય બે ઈસમોએ માર મારી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી ઘાયલ કરવા મામલે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટના અનુસંધાને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના કનેટીયા ગામે ખુલ્લા ખેતરમાં રહી ખેત મજૂરી કરતા પતિ પત્ની પૈકી દારૂ પીવાની ટેવ વાળો પતિ મોડા સુધી ઘરે પરત ન ફરતા પતિને શોધવા ગામમાં દારૂનો વેપાર કરતી મહિલા ને ત્યાં ગયેલી પત્ની જયાબેનને જોતા પતિ જયદીપ પરમાર ત્યાંથી ભાગી છૂટયો હતો. જે અંગે મારા પતિને અહી બોલાવી દારૂ કેમ આપો છો તેમ કહી ઠપકો આપતા મહિલા બુટલેગર સોમીબેન માધાભાઇ પરમાર સમેત અન્ય બે ઈસમો માધાભાઇ હિંમતસિંહ પરમાર અને વિશાલ શંકરભાઈ પરમારનાઓ ઉશ્કેરાઈ જઈ જયાબેનમે માથા અને શરીરના ભાગે ખુલ્લા હાથે અને મારક હથિયારોથી બેરહેમી પૂર્વક માર મારી લોહી લુહાણ હાલતમાં છોડી દઈ નાસી છૂટેલ ઘટનાના કલાક પછી ભાનમાં આવેલ મહિલાએ બીજા દિવસે સવારે ડેરોલગામ ખાતે અને ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર મેળવી કાલોલ પોલિસ મથકે બુટલેગર મહિલા સોમીબેન માધાભાઇ, માધાભાઇ હિંમતસિંહ અને વિશાલ શંકરભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










