GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સ્માર્ટ ઇલેક્ટ્રીક મીટર લગાવવાની કામગીરી તાત્કાલિક બંધ રાખવા કાલોલ વણિક સમાજ એ મામલદાર ને આવેદન આપ્યુ.

તારીખ ૨૭/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાલોલ દશાલાડ અને કાલોલ દશામોઢ સમાજ દ્વારા જ્ઞાતિ ના આગેવાનો સતિષભાઈ શાહ,નરેશભાઈ શાહ,ઉન્મેષ શાહ,વીરેન્દ્ર મહેતા, ગીરીશભાઈ શાહ,જીતેન્દ્રભાઈ ગાંધી,દીપક શાહ,રોહિતભાઇ શાહ,જીજ્ઞેશ શાહ,સચીન મહેતા, દીપક પરીખ સંજય શાહ વિગેરે એ સ્માર્ટ વિજ મીટરને લઇને પોતાનો વિરોધ નોંધાવી મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ત્યારે વિરોધ કરતા બન્ને વણિક સમાજ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવે છે કે,હાલ કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત ખામીયુક્ત સ્માર્ટ ઇલેક્ટ્રીક મીટરો સરકારશ્રીએ આપેલા કોન્ટ્રાક્ટ દ્વારા ગુજરાતમાં જુના મીટરના સ્થાને સદર નવા ઇલેક્ટ્રીક સ્માર્ટ મીટર નાખવાની કામગીરી હાથ ધરાયેલ છે. જેમાં હાલમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સદર ઇન્સ્ટોલેશનના કામગીરી જૂના મીટર ના સ્થાને નવા સ્માર્ટ મીટર નાખવાથીકામગીરી ચાલી રહીછે. આ મીટર વીજ ગ્રાહકોને ત્યાં ઇન્સ્ટોલ કર્યા બાદ વીજ ગ્રાહકોને જૂના મીટરના વીજ બીલો કરતા ત્રણ થી ચાર ગણા વધારે વીજ બીલો આવવાની ફરિયાદ વીજ ગ્રાહકો દ્વારા કરવામા આવેલ છે. જેને કારણે વીજ ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠેલ છે. અને ચારે કોર વિરોધનો વંટોળ ફેલાયેલ છે. જેની પ્રેસ નોટ ના કટીંગ આ સાથે સામેલ છે. આમ ખાનગી વીજ કંપનીઓ વધારેમાં વધારે નફો મેળવવાની લાલચમાં ગુજરાત રાજ્યની વીજ વિતરણ કંપનીઓની ભાગીદારી થકી ગુજરાતની પ્રજાને રીતસર લૂંટવાની કામગીરીનો અમો આ સાથે સખત વિરોધ કરીએ છીએ. સદર કામગીરી સત્વરે બંધ કરવા પ્રજાની લાગણી અને માગણી છે.ખાસ કરીને ખાટલે મોટી ખોટ તો એ છે કે આ મીટરો પ્રીપેડ હોવાથી અગાઉ બે માસના આવતા બીલ ની સરખામણીમાં આ બિલો માંડ પંદરેક દિવસ ચાલે છે. વીજ ગ્રાહકોની ફરિયાદ છે કે આ સ્માર્ટ મીટર લગાવી વીજ કંપનીઓ વીજ ગ્રાહકોની ઉઘાડે છોગ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. જુના મીટરોની સરખામણીમાં આ નવા સ્માર્ટ મિટરો ના બિલ ૧૫૦ થી ૨૦૦ ગણા વધારે આવે છે આ રીતે ગરીબો અને પીડિતોને લૂંટવા માટેનો વીજ કંપનીઓનો ઈરાદાપૂર્વક નો કારસો રચાયો હોય તેવું લાગે છે. આને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા લૂંટાઈ રહી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. જેને કારણે પ્રજાજનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. અને પ્રજા ઉપર જુલમ વર્તાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિશેષમાં જૂના મિટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર મુકતા પહેલા સ્થાનિક ગ્રાહકોની સંમતિ લીધા વિના જ બળજબરી થી ફરજિયાત પણે આ મિટરો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જેનો અમો આ સાથે ભારોભાર વિરોધ નોંધાવીએ છીએ. તથા ગ્રામીણ વિસ્તારોમાં આમ પ્રજા પાસે આ મીટર રિચાર્જ કરાવવા સ્માર્ટફોનની સગવડ ન હોવાથી સમયસર બેલેન્સ ન કરાવી શકતા વીજકાપનો માર સહન કરવો પડે છે. સમગ્ર ગુજરાત રાજ્યના દરેક વિદ્યુત વપરાશ કરતા નાગરિકને વારંવાર નુકસાન કરતો અને દરેક નાગરિકને સ્પર્શતો પ્રશ્ન હોય આ વીજ મીટર દ્વારા આ ખાનગી કંપનીઓના નાણાકીય શોષણ માંથી બચાવવા સમગ્ર ગુજરાત રાજ્યની આમ પ્રજાજનો વતી અમારું નિવેદન છે કે સદર સ્માર્ટ વિજ મીટર ના ખાનગી કંપનીઓના શોષણ માંથી બચાવી આ સ્માર્ટ મીટર દ્વારા આવતા તોતિંગ બિલોથી ગુજરાતની આમ જનતાને બચાવવા માટે તેમના જુના મિટરો લગાવી જૂની પદ્ધતિથી વીજ વિતરણ કરવા અમારી આગ્રહ ભરી વિનંતી છે. આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક તપાસ સમિતિ નીમી એનો અહેવાલ રજૂ કરાવી ગુજરાતની સમગ્ર જનતાને ખાનગી સ્માર્ટ મિટરોની ચુંગાલમાંથી છોડાવવા માટે આગ્રહ ભરી વિનંતી સાથે મુખ્યમંત્રીને સંબોધીને કાલોલ નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુઘી રજૂઆત મોકલી આપવા અપીલ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button