કાલોલ તાલુકાના પલાસા ગામે નજીવી બાબતે ઈટોના ભઠ્ઠા ના ભાગીદારો બાખડયા સામસામી બે ફરીયાદ

તારીખ ૦૩/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પલાસા ગામે ઇંટોનો ભઠ્ઠો ધરાવતા મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના પંચપોખરા ગામના રહીસ લખાન નવાબ આલમખાન પઠાણ અને હકીમ ખાન હબીબખાન પઠાણ દ્વારા સામસામે બે ફરિયાદો નોંધાઈ છે. જેની વિગતો જોતા પલાસા ગામે ઈટોના ભઠ્ઠામાં રહીશખાન તેમજ તેમના ભાઈ નાસીર ખાન અને હસીમખાન પઠાણ ભાગીદારીમાં ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે જેમાં રહીશ ખાન દ્વારા એરંડાના છોતરા પકવવા માટે મંગાવેલા જે છોતરા માટી વાળા આવતા હાસિમખાન તેમજ હાતિમખાન અને હકીમખાન દ્વારા ગત ૨૭/૦૪ ના રોજ સવારના 8:30 કલાકે ઈંટોના ભઠ્ઠા ઉપર જઈ મા બેન સમાણી ગાળો બોલી રઈશખાન તેમજ તેઓ ભાઇ નાસીરખાનને ગડદા પાટુ નો માર માર્યો તેમજ હાસીમે પાવડો લઈ રઇસખાનને માથાના ભાગે નાક ઉપર અને જમણા હાથે મારેલો હાતિમ અને હકીમે છુટી ઈંટો મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજી તરફ હકીમખાન હબીબખાન પઠાણ ની ફરીયાદ જોતા એરંડાના છોતરામાં ખૂબ જ માટી આવી હોવાથી ઈંટો પકાવવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી નાસીર ખાન ને કહેલ કે તમારા ભાઈ રઇસખાન કેવા એરંડાના છોતરા લાવ્યા છે જેમાં માટી ખૂબ જ આવે છે. તે સમયે રઇસખાન મોટરસાયકલ લઈને આવેલા અને ફરિયાદી હકીમ ખાન ઉપર મોટર સાયકલ ચડાવી દેવાની કોશિશ કરી હતી તે સમયે અલી પઠાણ અને હૈદર પઠાણ ભેગા મળીને બંને બાપ બેટા ને ગડદા પાટુનો માર માર્યો હતો અને ત્રણેવે ઈંટો લઈને છુટ્ટી ઈંટો મારી હતી જેથી હાસિમ ભાઈને ડાબા ગાલ ઉપર ઇજા થતા ચામડી ફાટી લોહી નીકળ્યું હતું રઇસખાને ઈંટ મારતા હકીમખાનના જમણા હાથની આંગળી ઉપર વાગતા લોહી નીકળ્યું હતું બૂમાબૂમ થતા તેઓ ચાલ્યા ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. બંને પક્ષે કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દવા સારવાર કરાવી સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરિયાદ દાખલ કરી છ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી.










