GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે પ્રોહિબિશન તથા પશુધારાના ગુન્હામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

તારીખ ૨૨/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.સી.બી.બરંડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશન,વેજલપુર અને પીપલોદ પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શબ્બીર ઉર્ફે ચામચીન યાસીન મલેક રહેમતનગર જીઇબી સામે લીલેસરા ગોધરાનો દેલોલ ચોકડી પાસે હાઈવે રોડ ઉપર ઉભેલ છે તેવી બાતમી આધારે ઉપરોકત આરોપીને કાલોલ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]









