કાલોલ પોલીસ ને મળી મોટી સફળતા,27 લાખ 84 હજારનો વિદેશી દારૂનો જથ્થો આયશર ટેમ્પા માંથી ઝડપી પાડયો

તારીખ ૧૩/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ગોધરા હાઈ-વે પર દેલોલ નજીક આવેલ સતલુજ હોટલના પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા આઇશર ટ્રકની બાતમી આધારે તપાસ કરતા કાલોલ પોલીસે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવેલ રૂ. ૨૭,૮૪,૦૦૦ ના મૂલ્યનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો.ઘટના દરમ્યાન પોલીસની ભાળ જાણી ટ્રક ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જેમાં કાલોલ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત કરી આઇશર ટ્રકની કિંમત રૂ.૧૦ લાખ સાથે રૂ. ૩૭,૮૪,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીદારોથી માહિતી મળી હતી કે કુખ્યાત બુટલેગર રમેશ ગના વણકર રહે. રામપુર તા. ગોધરાનાએ મંગાવેલ પર પ્રાંતીય દારૂ ભરેલો આઇશર ટ્રક નં. જીજે-૩૪-ટી-૨૧૩૮ કાલોલ ગોધરા હાઈ-વે પર દેલોલ પાસે આવેલ સતલુજ હોટલના પાર્કિંગ એરિયામાં ઉભો છે તે બાતમી આધારે કાલોલ પોસઇ અને સ્ટાફના માણસોએ છાપો મારી બાતમી વાળા આઇશર ટ્રકની તાડપત્રી ખોલી તપાસ કરતા ખાખી રંગના પૂઠાંની આડમાં સંતાડેલ ૫૮૦ પેટી ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો. પોલીસની ઝીણવટભરી તપાસોમાં રોયલ બ્લુ મસ્ટ વ્હિસ્કીના લેબલ સાથે ૧૮૦ મિલી દારૂની પ્લાસ્ટિક ક્વાટર પ્રત્યેક પેટીમાં ૪૮ નંગ મુજબ કુલ ૨૭૮૪૦નંગ કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસના આંકલન મુજબ રૂ. ૨૭,૮૪,૦૦૦ના મૂલ્યના પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂ સાથે ખેપમાં વપરાયેલ આઇશર ટ્રકની કિંમત રૂ.૧૦ લાખ સાથે કુલ રૂ. ૩૭,૮૪,૦૦૦ના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર રમેશ ગના વણકર તથા પોલીસની ભાળ જાણી નાસી છૂટેલ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.










