કાલોલ પંથકમા સાયબર ક્રાઇમ નો રાફડો ફાટયો!ડેરોલ સ્ટેશન ના યુવકને ક્રેડીટ કાર્ડ ચાલુ કરાવી આપવાના નામે ઠગાઇ

તારીખ ૨૯/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા અને ખાનગી કંપની મા નોકરી કરતા જયેન્દ્રકુમાર રાજેશભાઈ સોલંકી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓનો પગાર બેંક ઓફ બરોડા કાલોલ ખાતે તેઓના બચત ખાતામાં જમા થાય છે ગત ડિસેમ્બર મહિનામાં તેઓની ઉપર એક ફોન આવ્યો હતો અને બેન્ક ઓફ બરોડા થી બોલુ છુ એમ કહી ને ક્રેડીટ કાર્ડ જોઈએ છે તેમ પુછતા હા પાડતા જરૂરી વિગતો આપતા દસેક દિવસ મા ક્રેડીટ કાર્ડ આવી જશે તેમ જણાવ્યુ હતુ ત્યારબાદ તા ૧૪/૧૨/૨૨ ના રોજ તેઓને ટપાલ દ્વારા બેંક ઓફ બરોડા નું ક્રેડીટ કાર્ડ મળેલ બીજા દિવસે તા ૧૫/૧૨/૨૨ ના રોજ બપોરના સમયે યુવક પોતાને ઘેર હતો ત્યારે મોબાઈલ પર બેંક ઓફ બરોડા ના અધિકારીની ઓળખ આપી એક ફોન આવ્યો હતો અને ક્રેડીટ કાર્ડ આવી ગયુ છે જે ચાલુ કરી આપુ જેથી આગલા દિવસે જ કાર્ડ આવેલ હોય ફરિયાદીને વિશ્વાસ પડ્યો હતો સામેથી ઓટીપી માંગતા આપેલ અને ત્યારબાદ સોળ આંકડાનો ક્રેડીટ કાર્ડ નંબર માંગતા નંબર આપ્યો હતો અને પાંચ મિનિટમાં જ રૂ ૩૯,૦૦૦/ ડેબીટ થવાનો મેસેજ આવ્યો હતો જેથી ફોન કરતા ફોન લાગતો નહોતો ફરીયાદી તરતજ બેંક ઓફ બરોડા મા ગયા હતા ત્યા તેઓને જાણ થઈ કે તેઓની સાથે ફ્રોડ થયેલ છે જેથી કાર્ડ બ્લોક કરાવેલ અને બીજા દિવસે સાયબર ક્રાઇમ માં ફરીયાદ આપી હતી જે બાબતે અજાણ્યા ફોન નંબર વાળા ઈસમ સામે બેંક અધિકારીની ઓળખ આપી ઇલેક્ટ્રોનિક ઈન્ટરનેટ દ્વારા રકમ ઉપાડો લેતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી, ઠગાઈ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ સર્કલ પીઆઇ એ આર પલાસે શરૂ કરી છે. કાલોલ નગર અને તાલુકામાં સાયબર ક્રાઇમ ના નોંધપાત્ર કેસો નોંધાયા છે.










