પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી સામે કાલોલ મહાકાલ સેના લાલઘૂમ, ઉમેદવારી રદ કરવા માંગ

તારીખ ૦૩/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજરોજ કાલોલ તાલુકાના મહાકાલ સેના દ્વારા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટીપ્પણીના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે ૩ એપ્રિલના રોજ મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના સંગઠન મહાકાલ સેના દ્વારા હાથમાં આવેદનપત્ર લઈને પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કાલોલ નાયબ મામલતદાર વિશાલ પટેલ ને આવેદનપત્ર આપી પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી.આ પ્રસંગે મહાકાલ સેના ના કાર્યકર્તા દિલીપસિંહ પરમાર,રાજેન્દ્રસિંહ સોલંકી,નિલેશસિંહ રાઠોડ અને વકીલ કાન્તીભાઇ સોલંકી હાજર રહ્યા હતાં.











