GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ ના ચલાલી ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફીયાઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ કરાઈ

તારીખ ૦૮/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં ખાણ અને ખનીજ વિભાગ તથા પોલીસ વિભાગ સાથે કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરાઈ પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફીયાઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે રેતી ખનીજના ગેરકાયદેસર વહન કરતા પાંચ ટ્રકો ખાણ અને ખનીજ વિભાગ તેમજ પોલીસ વિભાગને સાથે રાખી પકડવામાં આવી છે.આ સાથે ખાણ અને ખનીજ વિભાગને જરૂરી કાર્યવાહી માટે આ ટ્રકોને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button