KALOL:કાલોલ તાલુકાના નેસડાગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પરથી એક જીસીબી મશીન ખનિજ વિભાગે ઝડપી પાડ્યું.

તારીખ ૧૭/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં આવેલ ખેતી લાયક જમનીનમાં ગેરકાયદેસર ઈંટોનાં ભઠ્ઠા ધમધમતા હોય છે. ઈંટોના ધંધો કરતાં વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લઈ અપુરતી મંજૂરીઓ લઈ વેપારીઓ દ્વારા કેટલાક ઈંટોના ભઠ્ઠાઓ શરૂ કરી દેતાં હોય છે. જ્યારે દિવાળી પહેલા ઈંટોના ભઠ્ઠા શરૂ કરાવવા માટે સરકારી કચેરીઓમાંથી મંજૂરી મળે તે પહેલા જ જમીન પર માટીની ફેર બદલી કે જમીન પર લેવલ કરવાં માટે જીસીબી અને ટ્રેક્ટર દ્વારા માટીની ફેર બદલી પણ કરવામા આવતી હોય છે. જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા તંત્રએ લાલા આંખ કરી ગેકાયદેસર ઈંટોના ભઠ્ઠા શરૂ કરવા જતા માલિકો સામે તપાસ હાથ ધરવામાં આવતા કાલોલ તાલુકાના નેસડાગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવતા કરડા રોડ પર શરૂ થતાં એક ઈંટોના ભઠ્ઠા ઉપર માટી કામ કરતાં જીસીબી ને રવિવારના રોજ ખનિજ વિભાગની ટીમે ફિલ્મી ઠબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડેલા જીસીબી ને ગોધરા ખાનખનિજ કચેરી ખાતે સીઝ કરવામાં આવતા અન્ય ઈંટોના ભઠ્ઠાના માલિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.









